Gujarat

સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને અડફેટ લીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

રત્નકલાકારની દીકરી કોલેજ જવા નીકળી ને અકસ્માત થયો મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગરના અને હાલ કામરેજના વેલંજા ખાતે રહેતા રત્નકલાકાર કેતનભાઈ સોલંકીની 20 વર્ષીય દીકરી સ્વાતિ કામરેજની વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ સવારે તે હંમેશની જેમ પોતાની એક્ટિવા (GJ-05-LX-6592) લઈને નીકળી હતી. દરમિયાન બપોરે 12 વાગ્યાના અરસામાં કેતનભાઈ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તેમની દીકરીનો અકસ્માત થયો છે.

યુવતી રોડ પર પટકાઈ, માથાના ભાગે જીવલેણ ઈજા પરિવારના જણાવ્યા મુજબ, સ્વાતિએ સુરક્ષા માટે હેલ્મેટ પહેર્યું હતું. તે શ્યામધામ મંદિરથી જે.બી. ડાયમંડ સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે સાગવાડી પાસે એક સરકારી બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્વાતિની એક્ટિવાને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્વાતિ રોડ પર પટકાઈ હતી અને તેને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button