Gujarat

15 વર્ષની સગીરા પર કારખાનેદારનું 9 મહિના સુધી દુષ્કર્મ

સુરતના ભાઠેના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાડી ફોલ્ડિંગના કારખાનેદારે પોતાની જ ફેક્ટરીમાં કામ કરતી સગીરાને રાશનની લાલચ આપી, નશીલું પીણું પીવડાવી 9 મહિના સુધી હવસનો શિકાર બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉભરાટમાં નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ ગત સપ્ટેમ્બરમાં રાશન અપાવવાના બહાને પરવેઝ સગીરાને બળજબરીથી ગાડીમાં બેસાડી ઉભરાટના દરિયાકિનારે લઈ ગયો હતો. કારમાં તેની સાથે તેના અન્ય ત્રણ સાગરીતો (અઝરૂદ્દીન ખાન, તૌકીર અને ગંગા રાજપૂત) પણ હાજર હતા. ત્યારે સગીરાને નશીલું કોલ્ડ્રિંક્સ પીવડાવી બેભાન જેવી અવસ્થામાં કરી દેવામાં આવી હતી. અને હોટલમાં લઈ જઈ પરવેઝે દુષ્કર્મ આચર્યું હતું.

ધમકી અને લાલચનું આયોજનબદ્ધ ષડયંત્ર બળાત્કાર બાદ જ્યારે હોશમાં આવી તો સગીરાને લગ્નનું ખોટું વચન આપી લલચાવી હતી, જ્યારે તેના સાગરીતોએ મોઢું ખોલવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે ધમકી આપીને આરોપીએ 9 મહિના સુધી કારખાનાના ઉપરના રૂમમાં અને વિવિધ હોટલમાં સગીરાનું શોષણ કર્યું હતું. આ ઘટના પાછળ કારખાનેદારનું પૂર્વઆયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button